ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે

નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે.
અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે એન બી ટી ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે.
આ મહોત્સવમાં એક હજારથી વધુ પ્રકાશકો ઉપરાંત ખ્યાતનામ લેખકો પણ ભાગ લેશે. પુસ્તક પ્રદર્શનની સાથે મહોત્સવમાં લેખક મંચ, પ્રજ્ઞાશિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, બાળકો માટે ફિલ્મ ફેસ્ટિવલ તેમજ અભિકલ્પ સહિતનાં વિવિધ આકર્ષણો પણ છે. મહોત્સવમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો વાચકો સાથે સીધો સંવાદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ