જાહેર પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે કહ્યું કે, ‘નવું ઑટીટી મંચ શરૂકરવાનું કારણ માત્ર આરોગ્ય પ્રસારણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનું નહીં, પરંતુ સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી કાર્યક્રમનું પ્રસારણ કરવાનું છે.’ ગૉવામાં ગઈકાલે ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રી સહેગલે પ્રસાર ભારતીના ઑટીટી એટલે કે, ઑવર ધ ટૉપ મંચ “વેવ્સ” અંગે માધ્યમોને માહિતી આપી હતી. તેમણે કહ્યુંકે, ‘આ મંચથી દૂરદર્શનના તમામ સંગ્રહાયેલા લોકપ્રિય કાર્યક્રમોનું પ્રસારણ કરાશે. જ્યારે પ્રાદેશિક વારસાઓપર બનેલા સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ તેમાં સમાવેશ કરાયો છે.’પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, ‘રાષ્ટ્રીય પ્રસારક તરીકે પ્રસાર ભારતીના ઑટીટી મંચનું લક્ષ્ય દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં કાર્યક્રમ સામેલ કરવાનો છે. શરૂઆતમાં માત્ર10 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરાશે.’
Site Admin | નવેમ્બર 21, 2024 6:16 પી એમ(PM)
નેશનલ પબ્લિક બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ- WAVES લોન્ચ કર્યું
