નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC-NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ લિંક દ્વારા અરજી કરી શકે છે. UGCના જણાવ્યા અનુસાર, નોંધણી પ્રક્રિયા સાત નવેમ્બર સુધી ખુલ્લી રહેશે. કરેક્શન વિન્ડો 10 નવેમ્બરે ખુલશે અને 12 નવેમ્બરે બંધ થશે.આ પરીક્ષા પાત્ર ઉમેદવારોને જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવા તથા સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત કરવા અને 85 વિષયોમાં પીએચડી કાર્યક્રમોમાં પ્રવેશ આપવા માટે લેવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:36 એ એમ (AM)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી
