સપ્ટેમ્બર 10, 2025 9:43 એ એમ (AM)

printer

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

નેશનલ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ રજત ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો છે. પંજાબના લુધિયાના ખાતે રમાયેલી 75મી જૂનિયર રાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તામિલનાડુની ટીમ સામે 85-100 પોઈન્ટ સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત તરફથી આરચી પટેલે 32, કેપ્ટન આહના જ્યોર્જે 24 અને નિયતિબા ગોહિલે 15 પોઇંટ્સ નોંધાવ્યા.