ડિસેમ્બર 19, 2025 1:57 પી એમ(PM)

printer

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે 2026-27ની બેચ માટે, ઓપન, OBC-NCL અને ઓપન-EWS શ્રેણીઓ માટેની અરજી ફી ત્રણ હજાર રૂપિયાથી ઘટાડીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, SC, ST અને PwD ઉમેદવારો માટેની અરજી ફી પંદરસો રૂપિયાથી ઘટાડીને પાંચસો રૂપિયા કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 6 જાન્યુઆરી 2026 ના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષા 8 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશભરના 100 થી વધુ શહેરોમાં લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.