ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

printer

નેપાળ સરકારે, જનરેશન ઝીના 10-મુદ્દાના કરારને કાયદાકીય મંજૂરી આપી

નેપાળના કાઠમંડુમાં મંત્રી પરિષદની બેઠકમાં નેપાળ સરકારે, જનરેશન ઝી ના 10-મુદ્દાના કરારને મંજૂરી આપી છે. આ તમામ મુદ્દાઓને કાયદાકીય રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કરાર પર 10 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય, સિંહા દરબાર ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનરેશન ઝી ચળવળ દરમિયાન શહીદ થયેલા અને ઘાયલ થયેલા લોકો વતી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી અને ભોજ બિક્રમ થાપાએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રી, જગદીશ ખારેલે પુષ્ટિ આપી હતી કે આ કરાર નેપાળ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. તેમણે એ પણ પુષ્ટિ આપી હતી કે મંત્રી પરિષદે 8 અને 9 સપ્ટેમ્બરના જનરલ ઝેડ ચળવળની ઘટનાઓની તપાસ માટે સરકાર દ્વારા રચાયેલા તપાસ પંચના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.