ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે.
ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે.
ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.
ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. દેશમાં અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ભારતે તિબેટમાં ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાંધી જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, સરકાર અને ભારતના લોકો પીડિતો અને તેમના પરિવારની સાથે છે.