નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલ, નેપાળની સેનાના પ્રમુખ અશોકરાજ સિગડેલ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશિલા કાર્કીને વચગાળાનાં પ્રધાનમંત્રી પદ માટે પોતાનાં ઉમેદવાર પસંદ કર્યાં છે.
નેપાળની સેના સાથે યુવાનોની ચર્ચામાં પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલી કારોબારી પ્રણાલિ, યુવાનોને સામેલ કરવા સંઘીય સંસદની ચૂંટણી, વર્ષ 1989 પછી જાહેર પદ ધરાવતા તમામ અધિકારીઓની સંપત્તિની તપાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. દરમિયાન, ભ્રષ્ટાચારના કેસની ન્યાયિક તપાસ અને ભ્રષ્ટ સાંસદોને મંત્રી બનતા અટકાવવાની વ્યવસ્થા કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ.
દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-માઓવાદીના અધ્યક્ષ અને પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડે’ યુવાનોના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલન પર પોતાના પક્ષની સત્તાવાર વલણ અંગે વિસ્તૃત 10 મુદ્દાનું વિગતવાર નિવેદન બહાર પાડ્યું.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 2:34 પી એમ(PM)
નેપાળમાં રાષ્ટ્રપ્રમુખ, સેના પ્રમુખ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે.
