સપ્ટેમ્બર 10, 2025 9:17 એ એમ (AM)

printer

નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા અપીલ કરી

નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે.પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દરમ્યાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સમિતિની બેઠકમાં નેપાળમાં થયેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયદ્રાવક છે. તેમણે નેપાળમાં યુવાનોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે નેપાળમાં સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા પણ અપીલ કરી હતી.