નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવી ગયા છે. આ તમામ પ્રવાસી સલામત હોવાનું જણાયું છે. નારી ગામથી વિનોદ લિંબાણી નામના વ્યક્તિ 43 પ્રવાસીને લઈ ગોકુળ, મથુરા, હરિદ્વાર અને નેપાળ સહિતના સ્થળોએ પ્રવાસ માટે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નેપાળ ગયા અને બે દિવસથી ફસાઈ ગયા હતા. જોકે, હવે તેઓ ભારતમાં આવી ગયા છે અને હવે આગામી દિવસોમાં તેઓ ભાવનગર પહોંચશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 4:55 પી એમ(PM)
નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવ્યા
