ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 10, 2025 9:24 એ એમ (AM)

printer

નેપાળની સ્થિતી ચિંતાજનક – ત્યા ગયેલા ગુજરાતી લોકોને સલામત પરત લાવવાના પ્રયાસ હાથ ધરાયા

નેપાળની સ્થિતી ચિંતાજનક છે ત્યારે ત્યા ગયેલા ગુજરાતી લોકોને સલામત પરત લાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ Xના માધ્યમથી કહ્યું હતું કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે ગુજરાતના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.ફસાયેલા નાગરિકોની સહાય માટે ગુજરાત સરકારે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યો છે.ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.જે નંબર આ મુજબ છે.
+977 – 980 860 2881, +977 – 981 032 6134