નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે. નવી દિલ્હીમાં તેઓ EGROW ફાઉન્ડેશન અને કાઠમંડુ યુનિવર્સિટી-નેપાળ સેન્ટર ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત-નેપાળ કાર્યક્રમમાં સંબોધન કરશે.
આવતીકાલે યોજાનારી પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના આર્થિક વિકાસને દર્શાવવાનો, ક્ષેત્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો અને ક્ષેત્રના દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. શ્રી દેઉબા 21 ડિસેમ્બરે તેમની મુલાકાત પૂરી કરીને કાઠમંડુ પરત ફરશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:36 એ એમ (AM) | નેપાળના વિદેશમંત્રી
નેપાળના વિદેશમંત્રી આરઝુ રાણા દેઉબા આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત આવશે અને તેઓ એક સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપશે.
