ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નેપાળના પ્રધાનમંત્રી પદે કે.પી. શર્મા ઓલી અને 21 મંત્રીઓએ શપથ લીધા

નેપાળના નવાપ્રધાનમંત્રી તરીકે કેપીશર્મા ઓલીએ 21 મંત્રીઓસાથે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાનાશપથ લેવડાવ્યા હતા. અમારા કાઠમંડુના સંવાદદાતા જણાવે છે કે, શુક્રવારે પુષ્પ કમલ દહલ સત્તા પરથી ફેંકાઈજતાં 72 વર્ષીયઓલીએ ચાર પક્ષોનીસંયુક્ત સરકારની રચના કરી હતી. કાઠમુંડુમાંરાષ્ટ્રપતિના કાર્યાલયશીતલ નિવાસ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં એનસી, યુએમએલ, જનતા સમાજબાદી પાર્ટી અને લોકતાંત્રિકસમાજબાદી પાર્ટીનાં ધારાસભ્યોએ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં શુભેચ્છા સંદેશબદલ આભાર વ્યક્ત કરતા શ્રી ઓલીએ બંને પડોશી દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈ પરલઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે નેપાળનાવિદેશ મંત્રી તરીકે નિયુક્ત અર્ઝુ રાણા દેઉબાને અભિનંદન પાઠવ્યા છે.