ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

printer

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું.

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું. ટૅક્નિકલ રીતે નેપાળમાં આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે. મુખ્ય રાજકીય દળ વર્તમાન સ્થિતિમાં શાંતિપૂર્ણ નિવારણ લાવવા અંગે ચર્ચા કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ લોકપ્રિય ગાયક અને કાઠમાન્ડુના મેયર બાલેન્દ્ર શાહે યુવા પ્રદર્શનકારીઓને શાંત રહેવા આગ્રહ કર્યો છે. યુવા પ્રદર્શનકર્તાઓએ આજે સિંહ દરબાર, સર્વોચ્ચ અદાલત, મુખ્ય વકીલ કચેરી અને સંસદ ભવન સાથે સાથે રાજકીય નેતાઓ અને વર્તમાન મંત્રીઓના ઘરોમાં આગ ચાંપી દીધી હતી. કાઠમાન્ડુ વિમાનમથક પણ આગામી સૂચના સુધી કર્ફ્યૂના કારણે બંધ છે. ઉલ્લેખનીય છે કે, યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વધુ લોકોના ઇજાગ્રસ્ત હતા.