જાન્યુઆરી 23, 2026 9:24 એ એમ (AM)

printer

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં આજે પરાક્રમ દિવસની ઉજવણી

સંસ્કૃતિ મંત્રાલય આજથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરાક્રમ દિવસ-2026નું આયોજન કરી રહ્યું છે.આ ઉજવણી સ્વતંત્રતા સેનાની બોઝના જીવન અને વારસા સાથે સંકળાયેલા દેશભરના 13 અન્ય સ્થળોએ યોજાશે. તે હિંમત, બલિદાન અને દેશભક્તિના તેમના કાયમી વારસાનું પણ સન્માન કરે છે. મંત્રાલયે જણાવ્યું કે, આ ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રદર્શનો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે.