જુલાઇ 16, 2025 7:09 પી એમ(PM)

printer

નુકસાનગ્રસ્ત રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી- નોટીસ સહિત દંડ ફટકારવામાં આવ્યો

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ હેઠળના ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સત્વરે અને સ્વખર્ચે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરોને નોટીસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુઆર બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને છોડવામાં આવશે નહીં; તેમની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા 9 અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12 રોડ કોન્ટ્રાક્ટરોને નિયમાનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે.