વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ મહિનાની 27 અને 28 તારીખે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાનારી 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તાજેતરના સિલેસિયા લેગમાં ભાગ ન લેવા છતાં, ચોપરાનું આ સિઝનમાં અગાઉનું પ્રદર્શન તેના ક્વોલિફિકેશનને સુનિશ્ચિત કરવા માટે પૂરતું હતું.નીરજે 88.16 મીટર સુધી ભાલા ફેંકીને પેરિસ લેગ જીતી હતી. તેણે દોહામાં 90.23 મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો, તે જર્મનીના જુલિયન વેબર પછી બીજા સ્થાને રહ્યો.ઉલ્લેખનીય છે કે નીરજે અગાઉ 2022માં ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું અને 2023 અને 2024માં રનર-અપ રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:45 એ એમ (AM)
નીરજ ચોપરાએ 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું
