નીતિ આયોગ આજથી નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર અને એક્સ્પો-2024નું આયોજન કરશે. આ આયોજન અમેરિકાની મિથેનોલ સંસ્થાના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશ્વમાં મિથેનોલ ઉત્પાદન, એપ્લિકેશન્સ અને સંકળાયેલ તકનીકી વિકાસને લગતા પ્રોજેક્ટ્સ, ઉત્પાદનો અને સંશોધન તથા વિકાસ પહેલની પ્રગતિની ચર્ચા કરશે. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં ઊર્જા ક્ષેત્રે મિથેનોલની ભૂમિકા અને ગ્રીન શિપિંગમાં ઓછા કાર્બન ઇંધણ તરીકે મિથેનોલના ઉદભવ વિશે માહિતી આપવાનો છે.
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે સારસ્વતે ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે મિથેનોલ બહુમુખી બળતણ છે. જેનું બાયોમાસ, કોલસો અને નવીનીકરણીય સ્ત્રોતો સહિત સ્થાનિક ફીડસ્ટોકની વિશાળ શ્રેણીમાંથી ઉત્પાદન કરી શકાય છે. તેમણે કહ્યું કે તે સૌથી સ્વચ્છ ઇંધણમાંથી એક છે અને અશ્મિભૂત ઇંધણ કરતાં સસ્તું છે. તેમણે કહ્યું કે તે ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:48 એ એમ (AM) | આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર
નીતિ આયોગ આજથી નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર અને એક્સ્પો-2024નું આયોજન કરશે.
