ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 2:26 પી એમ(PM)

printer

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા પેદા કરવા માટે આજથી 15 દિવસીય ‘જળ ઉત્સવ’ની શરૂઆત કરી

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા પેદા કરવા માટે આજથી 15 દિવસીય ‘જળ ઉત્સવ’ની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન ‘નાડી ઉત્સવ’ની તર્જ પર ‘જલ ઉત્સવ’નો વિચાર રજૂ કર્યો હતો.
નીતિ આયોગે જણાવ્યું કે, રાષ્ટ્રીય જલ જીવન મિશન, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલય સાથે ભાગીદારીમાં આજથી થી 24 નવેમ્બર દરમિયાન 20 મહત્વકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં, જલ ઉત્સવનો અમલ કરવામાં આવી રહ્યો છે. 20 રાજ્યોમાં શરૂ થઈ રહેલા આ ઉત્સવમાં જળ સંસાધનોના જાળવણી અને સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીની કલ્પના કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ઘરોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને એજન્સીઓમાં પાણી વ્યવસ્થાપન પ્રત્યે જવાબદારીની ભાવના પેદા કરવાનો છે. શાળાના વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડવામાં આવી રહ્યા છે, જેનાથી તેઓ પરિવારો અને સમુદાયોમાં પાણીની ઉપયોગિતા માટે જાગૃતિનું વહન કરવા સશક્ત બનશે.