નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રહ્મણ્યમે કહ્યું છે કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા ડૉ. સુબ્રહ્મણ્યમે કહ્યું કે ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી બે થી ત્રણ વર્ષમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
Site Admin | મે 25, 2025 7:46 પી એમ(PM)
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું- ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.