સ્ટાફ સિલેક્શન કમિશને આજે પુનરોચ્ચાર કર્યો કે કમિશન નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, SSC ચેરમેન એસ. ગોપાલકૃષ્ણને ભાર મૂક્યો કે કમિશને ટેકનિકલ ખામીઓ અને ગેરરીતિઓને સુધારવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે પરીક્ષાર્થીની સાચી ઓળખ નક્કી કરવા માટે આ વર્ષે જુલાઈ પછી પહેલીવાર આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુલતવી રાખવામાં આવેલી સંયુક્ત સ્નાતક સ્તરની પરીક્ષા સપ્ટેમ્બરના મધ્યથી લેવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામા આવી હતી.