એપ્રિલ 20, 2025 9:03 એ એમ (AM)

printer

નિશાનબાજીના વિશ્વકપમાં ભારતના અર્જુન બાબુતા એ 10 મીટર એર રાઇફલ રજત ચંદ્રક જીત્યો

નિશાનબાજીના વિશ્વકપમાં, ભારતના અર્જુન બાબુતા-એ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.બાબુતા ચીનના લિહાઓ શેંગથી માત્ર 0.1 પોઈન્ટ પાછળ રહીને સુવર્ણ ચંદ્રક મેળવવાની તક ચૂકી ગયા.અગાઉ, ભારતે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ્સમાં પ્રભુત્વ મેળવ્યું હતું. સુરુચી ઈન્દર સિંહે સૌરભ ચૌધરી સાથે મહિલા વ્યક્તિગત ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુરુચી 243.6 પોઈન્ટ સાથે પોડિયમમાં ટોચ પર રહી હતી, તેણે ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકરને હરાવી હતી. મનુ ભાકરે રજત ચંદ્રક મેળવ્યો હતો.