મે 8, 2025 1:47 પી એમ(PM)

printer

નિયંત્રણ રેખા નજીક પૂંચ સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં 13 ભારતીય નાગરિકોનાં મોત.

જમ્મુ અને કાશ્મીરમાં, પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા પર ચાર સેક્ટરમાં ગોળીબાર કરતાં ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.
7 અને 8 મેની મધ્યરાત્રિએ, પાકિસ્તાની સેનાએ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરની સામેના વિસ્તારોમાં, કુપવાડા, બારામુલ્લા અને ઉરીમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો.
દરમિયાન, જમ્મુમાં સૌથી વધુ અસરગ્રસ્ત પૂંચ સેક્ટર, જ્યાં ગઈકાલે ભારે ગોળીબાર થયો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય કેટલાંક ઇજાગ્રસ્ત બન્યાં હતાં.