જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

printer

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્ત થયાં

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી. ગયા મહિનાની 27મી તારીખથી અમલમાં આવનારી નિવૃત્તિની જાહેરાત નાસા દ્વારા આજે સવારે કરવામાં આવી હતી,
નાસાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ત્રણ મિશન પર ઉડાન ભરી હતી, 608 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા, જે નાસા અવકાશયાત્રી માટે બીજા ક્રમે હતા, અને કુલ 62 કલાકથી વધુના નવ સ્પેસવોક પૂર્ણ કર્યા હતા, જે એક મહિલા દ્વારા સૌથી વધુ હતા. તે અવકાશમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ પણ હતી.
ભારતીય મૂળના વિલિયમ્સે પહેલી વાર 2006માં સ્પેસ શટલ ડિસ્કવરીમાં ઉડાન ભરી હતી અને બાદમાં એક્સપિડિશન 33 દરમિયાન ISSના કમાન્ડર તરીકે સેવા આપી હતી. તેમનું સૌથી તાજેતરનું મિશન 2024-2025માં બોઇંગ સ્ટારલાઇનર અને સ્પેસએક્સ ક્રૂ-9 પર હતું, જ્યાં તેમણે એક્સપિડિશન 72નું નેતૃત્વ કર્યું હતું.