ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)

printer

નાસાના ક્રૂ—10 મિશનના ચાર અવકાશયાત્રી આજે બપોરે કૅલિફૉર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના.

નાસાના ક્રૂ—10 મિશનના ચાર અવકાશયાત્રી ગઈકાલે સ્પેસઍક્સ ડ્રેગન કેપ્સૂલમાં સવાર થઈ આંતર-રાષ્ટ્રીય અવકાશ-મથકથી રવાના થયા અને પૃથ્વી પર પરત આવવા માટેની 18 કલાકની યાત્રા શરૂ કરી. અમેરિકાના અવકાશયાત્રી ઍની મૅકક્લૅન અને નિકોલ ઍયર્સ, જાપાનના તાકુયા ઑનિસી અને રશિયાના કિરિલ પૅસ્કોવ આજે બપોરે 3 વાગ્યેને 33 મિનિટે કૅલિફૉર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના છે.
146 દિવસમાં આ અવકાશયાને છોડના વિકાસ અને કોષ વર્તન પર સુક્ષ્મ ગુરુત્વાકર્ષની અસરો પર 200થી વધુ મહત્વના પ્રયોગ પૂર્ણ કર્યા. ક્રૂ-10ને ક્રૂ-નવની જગ્યાએ માર્ચમાં મોકલાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ