જાન્યુઆરી 1, 2026 8:40 એ એમ (AM)

printer

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કર્ણાટકના બેંગલુરુથી કાર્યરત આંતરરાષ્ટ્રીય ખાટ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ કર્ણાટકના બેંગલુરુથી કાર્યરત આંતરરાષ્ટ્રીય ખાટ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં લગભગ 160 કિલોગ્રામ ખાટના પાન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે.
એક નિવેદનમાં NCB એ માહિતી આપી હતી કે 2018 માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ NDPS એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સમાવિષ્ટ થયા બાદ કર્ણાટકમાં ખાટનો આ સૌથી મોટી જપ્તી છે.એજન્સીએ કહ્યું કે પ્રારંભિક તપાસમાં પ્રતિબંધિત પદાર્થ ઇથોપિયાથી કેન્યા થઈને આંતરરાષ્ટ્રીય માર્ગ દ્વારા ભારતમાં દાણચોરી કરવામાં આવ્યો હતો, જે મધ્ય પૂર્વ સહિત 20 થી વધુ દેશોમાં કાર્યરત સુસંગઠિત ટ્રાન્સનેશનલ ડ્રગ સિન્ડિકેટની સંડોવણી તરફ નિર્દેશ કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.