ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમૃતસર ઝોનલ યુનિટે ચાર રાજ્યોમાં ચાર મહિનાના લાંબા ઓપરેશન બાદ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 547 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં NCBને અભિનંદન આપતા શ્રી શાહે કહ્યું કે ભારત ડ્રગ્સની દાણચોરી પર ઝડપી ગતિએ કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે કાર્યવાહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવાના વિઝનને સાકાર કરવા તરફ એક મોટું પગલું ગણાવ્યું
Site Admin | મે 3, 2025 9:28 એ એમ (AM)
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમૃતસર ઝોનલ યુનિટે ચાર રાજ્યોમાં ચાર મહિનાના લાંબા ઓપરેશન બાદ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
