નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે. તેમ જ આ મામલે આંતર-રાષ્ટ્રીય માદક પદાર્થ જૂથના ચાર સભ્યોની પણ ધરપકડ કરી છે. આ મામલે સામેલ અન્ય લોકોને પકડવા માટેની તપાસ ચાલી રહી છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું, 13 માર્ચે આ અભિયાન દરમિયાન N.C.B.ની ટીમે ઇમ્ફાલ વિસ્તારમાંથી 102 કિલો અને ગુવાહાટી વિસ્તારમાંથી અંદાજે આઠ કિલો મેથમ-ફેટામાઈન ગોળીઓનો જથ્થો કબજે કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશ પર N.C.B.ના પ્રયાસની પ્રશંસા કરી છે. તેમણે માદક પદાર્થમુક્ત ભારતના નિર્માણ માટે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર પણ કર્યો હતો.
Site Admin | માર્ચ 16, 2025 7:46 પી એમ(PM) | N.C.B.
નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો- N.C.B.એ ઇમ્ફાલ અને ગુવાહાટી વિસ્તારમાંથી 88 કરોડ રૂપિયાની કિંમતની મેથમ-ફેટામાઈન ગોળીઓનો મોટો જથ્થો કબજે કર્યો છે.
