ઓક્ટોબર 7, 2025 8:19 એ એમ (AM)

printer

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સીમા સુરક્ષા દળે ભારત અને નેપાળ સરહદ પર ડ્રગ્સની હેરફેર રોકવા માટે સંકલન બેઠક કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને સશસ્ત્ર સીમા બલ (SSB) એ ભારત-નેપાળ સરહદ પર ડ્રગ હેરફેરને અટકાવવા માટે સંકલન વધારવાનો નિર્ણય લીધો છે.NCB ના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ અને SSB ના DG સંજય સિંઘલે ગઈકાલે નવી દિલ્હીમાં આ બાબતે ચર્ચા કરી હતી. બેઠકનું ધ્યાન ગુપ્ત માહિતીની આપ લે અને વાસ્તવિક સમયનું સંકલન, સંયુક્ત કામગીરી અને ક્ષમતા નિર્માણ પહેલ, અસરકારક પ્રતિબંધ માટે SSB ની સરહદ હાજરીનો લાભ લેવા અને સરહદ પારની દાણચોરીને રોકવા માટે NCB-SSB સિનર્જીને મજબૂત બનાવવા પર હતું.બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા, ટ્રાફિકિંગ નેટવર્કને રોકવા અને સંવેદનશીલ સરહદી સ્થળો પર દેખરેખ વધારી યુવાનોને ડ્રગના દુરૂપયોગથી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે .