નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. આ દરમિયાન શ્રી સંઘવી સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે,જ્યાંથી તેમના આ પ્રવાસ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરશે. લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ નાયબ મુખ્યમંત્રી સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે.દરમિયાન, ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરાશે. આ મુલાકાત દરમિયાન શ્રી સંઘવી BSFના અધિકારીઓ સાથે બેઠક કરશે સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરશે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:35 એ એમ (AM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 IPS અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામોની મુલાકાત લેશે