નવેમ્બર 5, 2025 7:15 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ૩૦ IPS અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામડાઓની મુલાકાત લેશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ૩૦ વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ આવતીકાલે કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરશે. લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ નાયબ મુખ્યમંત્રી સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે. દરમિયાન, ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરાશે. આ મુલાકાત દરમિયાન શ્રી સંઘવી BSF અધિકારીઓ સાથે બેઠક કરશે સાથે જ BSF જવાનો સાથે પણ સંવાદ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.