કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં શહેરના ૧ હજાર ૫૦૦ સફાઈ કામદારોને સન્માનિત કરીને તેમની સાથે ભોજન સમારંભ યોજયો હતો અને તેમને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે ખાસ ઉપસ્થિત રહીને શહેરને સ્વચ્છ રાખીને ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સૌ સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું હતું.
નાયબ મુખ્યમંત્રીએ આ સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2025 7:14 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી નિમિત્તે 1500 સફાઇ કામદારોને ભોજન કરાવ્યું.