ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 20, 2025 9:38 એ એમ (AM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી રાજ્યપાલને માહિતગાર કર્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત થઇ હતી.રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, તેમજ પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે રાજ્યપાલે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. નાયબ મુખ્યમંત્રીહર્ષ સંઘવીએ ગુજરાતમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ રમતગમત ક્ષેત્રે થઈ રહેલા ઉત્કૃષ્ટ માળખાકીય બદલાવથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આ અવસરે રાજ્યપાલએ ગ્રામ્ય અર્થતંત્રને વધુને વધુ મજબૂત બનાવવા સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું હતું.