જાન્યુઆરી 22, 2026 7:50 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના વિશ્વ આર્થિક મંચમાં વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે મુલાકાત કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી. આ અંગે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે, જાપાનના સુમિતોમો સમુહના અધ્યક્ષ તાકાયુકી સુમિતા સાથેની મુલાકાતમાં ગુજરાતના ઝડપથી વિકસતા સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક માળખાકીય સુવિધામાં સુમિતોમોના પ્રવાહી કુદરતી ગેસ – LNG રોકાણ માટેની તક અંગે ચર્ચા કરી.
W.E.F.માં ગાંધીનગરના ગિફ્ટ સિટી પ્રતિનિધિમંડળે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓ, ઉદ્યોગસાહસિકો સાથે શ્રેણીબદ્ધ બેઠક કરી. આ અંગે માહિતી આપતી શ્રી સંઘવીએ કહ્યું, આ સંવાદથી લાંબાગાળાના સહકાર, નવા રોકાણ અને મજબૂત વૈશ્વિક ભાગીદારી માટેના માર્ગ ખુલ્યા છે. શ્રી સંઘવીએ હિટાચી ઍનર્જીના મુખ્ય કાર્યકારી અધિકારી ઍન્ડ્રેસ શિરેનબેક સાથેના સંવાદમાં ગુજરાતમાં કંપનીના આગમનને વિસ્તૃત કરવાના માર્ગ અંગે ચર્ચા કરી. તેમણે ભારતની સેમિકન્ડક્ટર સફર અંગે તાતા ઇલેક્ટ્રૉનિક્સના મુખ્ય કાર્યકારી અધિકારી અને વહીવટી સંચાલક ડૉક્ટર રણધીર ઠાકુર સાથે અમદાવાદના ધોલેરા ખાતે દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ફૅબના નિર્માણ અંગે ચર્ચા કરી હતી.
જ્યારે ગુજરાત માટે 24 કલાક સાતે-સાત દિવસ સ્વચ્છ ઉર્જા ઉકેલને આગળ વધારવા અંગે EDFના અધ્યક્ષ બર્નાર્ડ ફૉન્ટા સાથે પણ તેમણે ચર્ચા કરી. ઉપરાંત શ્રી સંઘવીએ ક્વૉન્ટમ ઇનોવૅશનથી લઈ ફ્યૂચર-રેડી ડેટા સૅન્ટર્સ સુધીના આગામી પેઢીના સહયોગને શોધવા ઍન-વિડિયાનાં ઍલિકા ક્યોસેવા સાથે મુલાકાત કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.