જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મિલાન પહોંચ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે મિલાન પહોંચતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. વિમાનમથક પર શ્રી સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં આજથી 23 જાન્યુઆરી સુધી યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WEFમાં ભાગ લેશે. તેમાં ગુજરાત રાજ્ય વિકસિત ગુજરાતની વ્યૂહરચના અને મજબૂત ઔદ્યોગિક વારસાને રજૂ કરશે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે રજૂ કરાશે. તેમજ આ બેઠકમાં રાજ્યની ભાગીદારી રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજ ખોલશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.