નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતા શ્રી સંઘવીએ કહ્યું, રાજકોટમાં આટકોટના જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ – પોક્સો કેસમાં પ્રાથમિક તપાસ અહેવાલ – F.I.R.થી લઈ સજા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થઈ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનારાંઓને કડક સજા કરવાની પ્રતિબદ્ધતાનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 17, 2026 7:31 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ અંગે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિનો પુનરૂચ્ચાર કર્યો.