નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ABVPના 57-મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ રાજ્યની કોઈ પણ મહાવિદ્યાલયમાં કેફી પદાર્થનું વેચાણ ન થાય અને વિદ્યાર્થીઓ તેનું સેવન ન કરે તે માટે પોલીસની મદદ કરવા કાર્યકર્તાઓને અપીલ કરી.
શ્રી સંઘવીએ શૈક્ષણિક સંસ્થાના પરિસરની સમસ્યાઓના માધ્યમથી યુવાનોના સહકારથી વૃક્ષારોપણ, જળસંચયના જેવા કામ કરવા જણાવ્યું. તેમજ તેમણે સામાજિક સમરસતા માટે વંચિત અને પછાત વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાડવાનું કામ મજબૂત કરવા સૌને આગળ આવવા પણ અનુરોધ કર્યો.
Site Admin | જાન્યુઆરી 6, 2026 3:27 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.