ડિસેમ્બર 26, 2025 3:08 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાની કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી. નાયબ મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆત કાકર ગામેથી કરી હતી, જ્યાં તેમણે સમોર માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઐતિહાસિક તીર્થધામ ભીલડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભીલડીયાજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન અને વિધિવત પૂજન-અર્ચન કર્યા હતા.
ભીલડીયાજી જૈન તીર્થ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર મંત્રી પ્રવિણ માળીના હસ્તે 11 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત સહિત દેશભરના મંદિરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.