મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને નાગરિક વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ બનાવવા વરિષ્ઠ અધિકારીઓને આહ્વાન કર્યું છે. ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું, રાજ્યના વિકાસનો પાયો શાંતિ-સલામતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખનારા પોલીસ દળની ફરજનિષ્ઠા છે.
આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસ ગુનાની શોધ અને નિવારણ તેમજ નાગરિક સાથેના સંવાદ સહિતના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.
આ પરિષદમાં રાજ્ય પોલીસ વડા સહિત અધિક પોલીસ મહાનિદેશક, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ભાગ લઇ રહ્યા છે. આ બે દિવસીય પરિષદમાં તમામ શહેર, રેન્જના વિવિધ જિલ્લાઓ દ્વારા આદર્શ પદ્ધતિ અંગે રજૂઆત, સાયબર ગુના, નાર્કોટિક્સ સહિતના પડકારો અને તેના નિવારણ પર ચર્ચા કરાશે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 7:51 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત – પ્રથમવાર પોલીસ ઉમેદવારોને નિમણૂક માટે જિલ્લા પસંદગીનો વિકલ્પ અપાશે