નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજે અમદાવાદના ગીતા મંદિર ખાતે GSRTC બસ સ્ટેશનની મુલાકાત લઈ દિવાળી નિમિત્તે વધારાની બસોના સંચાલનનું નિરીક્ષણ કર્યુ હતું. શ્રી સંઘવીએ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.તેમણે મુસાફરો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા.આ પ્રસંગે તેમણે એસટીના કર્મચારીઓ અને મુસાફરોને મીઠાઇ ખવડાવી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:59 એ એમ (AM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની એસટી ડેપોની મુલાકાત લઇને મુસાફરોની સુવિધાની ચકાસણી કરી