ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને કામગીરી કરશે.

સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરશે. ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની 187મી બેઠકની અધ્યક્ષતા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ગુનાની 100 ટકા રકમ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. 1930 પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ તેમણે તાકીદ કરી.
શ્રી સંઘવીએ ઉમેર્યું, આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક 11 હજાર શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. જેના માધ્યમથી રાજ્યમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે.