ડિસેમ્બર 2, 2025 2:54 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી. ગાંધીનગરમાં રાજ્ય સ્તરની બૅન્કિંગ સમિતિની 187-મી બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સંઘવીએ કહ્યું, દેશમાં બૅન્કિંગ માળખાના વિસ્તરમાં ગુજરાત અગ્રેસર છે. હાલ રાજ્યના બૅન્કિંગ નૅટવર્કમાંથી 56 ટકાથી વધુ શાખા ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત્ છે. સરકાર અને બૅન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા કામ કરશે તેવી ખાતરી પણ શ્રી સંઘવીએ આપી.
તેમણે કહ્યું, 1930 હૅલ્પલાઈન નંબર પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં બૅન્કના સહયોગથી પોલીસે 100 ટકા રકમ ટાંચમાં લીધી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ઉત્તમ કામગીરી કરનારા રાજ્યના ત્રણ લીડ ડિસ્ટ્રીક્ટ મૅનેજરનું સન્માન કર્યું