નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ. તેમાં “હરઘર સ્વદેશી” અને “મૅક ઇન ઇન્ડિયા”ના અભિયાનને જનજન સુધી પહોંચાડી તેને ચરિતાર્થ કરવા અંગે ચર્ચા થઈ. નાગરિકો મહત્તમ સ્વદેશી વસ્તુઓને અપનાવે તેવી જાગૃતિ કેળવવાના હેતુસર યોજાયેલી બેઠકમાં આ અભિયાનની ઝીણવટપૂર્વક વ્યૂહરચના તૈયાર કરવા અંગે પણ ચર્ચા થઈ.
શ્રી સંઘવીએ “બદલાવ સ્વયંથી”નો સંકલ્પ લઈ સૌપ્રથમ તમામ વિભાગ સ્વદેશી વસ્તુઓ અપનાવે તેનું ભારપૂર્વક સૂચન કર્યું. સરકારી વિભાગો દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગની શરૂઆતથી લોકોમાં એક સકારાત્મક જશે અને આ મુહિમને વેગ મળશે તેવો વિશ્વાસ શ્રી સંઘવીએ વ્યક્ત કર્યો.
Site Admin | નવેમ્બર 10, 2025 7:24 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “બદલાવ સ્વયંથી”નો સંકલ્પ લઈ સૌપ્રથમ સરકારી વિભાગોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો