ગુજરાત સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સે 200 કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, સાયબર સેન્ટર ઑફ ઍક્સલૅન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત્ મોટા પાયે મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, બીજાના બૅન્ક ખાતામાંથી કરાતી છેતરપિંડીને પકડી છે.
આ નૅટવર્કે સમગ્ર ભારતમાં 386 સાયબર ગુના કેસ સાથે જોડાયેલા 100થી વધુ મ્યૂલ ઍકાઉન્ટ્સનું સંચાલન કર્યું અને 200 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ગુજરાત સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી વ્યવહાર સુધીના સાત સ્તર દ્વારા નાણાના ટ્રેલને કાળજીપૂર્વક ટ્રેક કર્યો. આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પ્રત્યે રાજ્યનો શૂન્ય સહિષ્ણુતા અભિગમ અને સરહદ પાર નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અદ્યતન સાયબર બુદ્ધિમત્તાની ક્ષમતા બનાવવામાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકે છે તેમ શ્રી સંઘવીએ ઉંમેર્યું.
Site Admin | નવેમ્બર 8, 2025 7:17 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 200 કરોડ રૂપિયાથી વધુના સાયબર ગુનાનો પર્દાફાશ કરનારી રાજ્ય સાયબર સૅન્ટર ઑફ ઍક્સલૅન્સની પ્રશંસા કરી.