રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ આજે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો છે. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે વિધિવત્ રીતે નાયબ મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલાં તેમણે ભગવાનના દર્શન કરી રાજ્યની પ્રગતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથી સભ્ય તરીકે કાર્યભાર સંભાળવાની તક મળી છે.
તો, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય અને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગનાં રાજ્યમંત્રી તરીકે રિવાબા જાડેજાએ આજે કાર્યભાર સંભાળ્યો. તેમણે આ તક આપવા બદલ પક્ષના ઉચ્ચ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના નવનિયુક્ત મંત્રીઓએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો
