જાન્યુઆરી 15, 2026 9:38 એ એમ (AM)

printer

નાયબ મુખ્યમંત્રીએ લોકોને ઉત્તરાયણની ઉજવણી બાદ ધાબા – અગાસી પરથી પતંગના દોર નીચે ઉતારી લેવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સુરતમાં પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. તેવો તેમણે મત વ્યક્ત કરતાં સાંજે પતંગ ચગાવીને નીચે ઉતરતી વખતે અગાસી, ધાબા અને આસપાસ જે તૂટેલા દોર પડ્યા હોય તેને એકત્રિત કરીને અલગ જગ્યાએ રાખવા લોકોને અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.