મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ કરાવ્યો. 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 400થી વધુ પ્રદર્શકોએ દવાઓ અને દવા ઉત્પાદનો તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી.
આ એક્સપો દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ઔષધીય ઉત્પાદનો, લેબટેકને યોગ્ય મંચ પૂરું પાડશે. તેમ એક્સપોના આયોજક અર્જવ શાહે જણાવ્યુ હતું.
Site Admin | ઓગસ્ટ 5, 2025 7:34 પી એમ(PM)
નાના અને મધ્યમ કક્ષાના દવા ઉત્પાદકો માટેના ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો ગાંધીનગરમાં પ્રારંભ