નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે. શ્રી પાંડેએ આજે નવી દિલ્હીમાં એસોચેમ દ્વારા કર સંબંધિત દરખાસ્તોના વિશ્લેષણ પર આયોજિત પરિષદને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકાસને પ્રોત્સાહન આપે છે અને લોકોને લાભ આપે છે. તેમણે ઉમેર્યું કે સરકારે દરેક ક્ષેત્રને સંતુલિત કર્યા છે. નાણાં સચિવે રાજકોષીય અને નાણાકીય નીતિ બંનેએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
શ્રી પાંડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટ દરમિયાન જાહેર કરાયેલ ભારત ટ્રેડ બેંકો, નિકાસકારો, કસ્ટમ્સ અને અન્યોને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મમાં જોડશે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:55 પી એમ(PM)
નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે
