ફેબ્રુવારી 1, 2025 8:09 પી એમ(PM)

printer

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણસમૃદ્ધિ તથા શહેરીવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અંદાજપત્ર કૃષિ, ગ્રામીણ સમૃદ્ધિ, શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારાઓ પર ભાર મૂકે છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, નાણામંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારત તરફના માર્ગને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે છ સ્પષ્ટ સુધારાઓ ઓળખવામાં આવ્યા છે જેમાં સરકાર તેનો સુધારાત્મક એજન્ડા ચાલુ રાખશે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.