નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી છે. તેમણે બેંકોને વૃદ્ધિને વેગ આપવા માટે ઉત્પાદક ક્ષેત્રોને વધુ ધિરાણ આપવા વિનંતી કરી હતી.મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકારે 2014થી વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે નીતિગત સ્થિરતા અને પારદર્શિતાએ રોકાણને પ્રોત્સાહન આપ્યું છે.નાણામંત્રી મુંબઈમાં 12મા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકિંગ અને અર્થશાસ્ત્ર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. શ્રીમતી સીતારમણે ભાર મૂક્યો હતો કે ભારતને ઘણી મોટી, વિશ્વ કક્ષાની બેંકોની જરૂર છે અને આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે.
Site Admin | નવેમ્બર 7, 2025 9:15 એ એમ (AM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં વિશ્વ કક્ષાની બેંકો વિકસાવવા માટે હાકલ કરી